Feeds:
Posts
Comments

વાદળ ઘેરાય ને તારી યાદ આવે,
વીજળી ઝબૂકે ને તારી યાદ આવે,
મોરલો ટહુકે ને તારી યાદ આવે,
મેહુલિયો વરસે ને તારી યાદ આવે,
કુંપળ ફૂટે ને તારી યાદ આવે,
કળી ખીલી ને તારી યાદ આવે,
કોઈ નો પગરવ થાય ને તારી યાદ આવે,
ઘુઘવાયા કરે છે હર્દય માં એક પ્રશ્ન,
ક્યારેય તને મારી યાદ આવે.

- વસુધા વણોલ

પૂનમ આસો માસ ના ચંદ્ર જેવું મુખડું લઇ,
આંખો માં સપ્તરંગી સ્વપ્ન ભરી,
હોંઠો પર રેલાવી સ્મિત,
છલકાતા સ્નેહ ભર્યા હ્રદય ને થોડું થોડું થંભાવી દઈ,
હાથ માં ઘૂંઘટ ની આડશ થી ગૌર મુખારવિંદ છુપાવી ને,
મૃગ જેવી દમકતી ચાલે ચાલી “મૃગનયની” તેના ભરથાર ને મળવા,
જુઓ ને કેવી ઘેલી થયી તેના ભરથાર ને મળવા.

- વસુધા વણોલ

પ્રેમ :-

પ્રેમ અને લાગણી એ ભિક્ષા નો વિષય નથી.
અંતર ના ઉમળકા નો વિષય છે.
પ્રેમ કરવો કળા છે પણ નિભાવવો એ સાધના છે.
જીવન પોતે જ પ્રેમધોધ છે.
પણ તમને તે વરસાવતા આવડવું જોઈએ.
પ્રેમ આપી ને પ્રેમ પામવા ની ભાવાના ના રાખો.
પ્રેમ આપવા નું શીખવે છે, લેવાનું નહિ.
સાચો પ્રેમ બદલા ની ભાવાના રાખતો નથી.

પ્રેમ સાગર કરતા ઊંડો અને બ્રહ્માંડ કરતા વિશાળ છે.

-

Unknown

બુલબુલ

રોજ બુલબુલ આવે મારે આગણે,
પૂછે મને મારે આગણે,
બોલ ને તને શાને વિષાદ આવે?

- વસુધા વણોલ

આ આકાશ અને હું,
એ નીરખે મને અને હું નીરખું એને,
આ અસ્ત થતો સૂરજ,
અને આ અસ્ત થતી મારી જિંદગી,
કેસરછાયી વાતાવરણ પ્રસરતું ચારેતરફ,
એ નીરખે મારી વિહવળતા ને,
એ જુએ મારી યાતના ને,
પણ કઈ કહે એ પહેલા એ,
ગળાય ગયો અંધકાર માં,
તેમ મારી જિંદગી પણ ગળાય ગઈ અંધકાર માં.

-વસુધા વણોલ

જીંદગી એક દરિયા ના મોજાં જેવી છે,
ક્યારેક આવે ઓટ તો ક્યારેક ભરતી.

-વસુધા વણોલ

જીંદગી નું પહેલું પગથીયું ચઢ્યા,
હસતા – હસતા,
જીંદગી નું બીજું પગથીયું ચઢયા,
રમતા – રમતા,
જીંદગી નું ત્રીજું પગથીયું ચઢ્યા,
શીખતા – શીખતા,
જીંદગી નું ચોથું પગથીયું ચઢ્યા,
દંભ માં ને દંભ માં,
જીંદગી ને પાંચમે પગથીયે જયાં ડગ માંડ્યો,
ત્યાં તો લથડી ગયા.

-વસુધા વણોલ

“કંઇક લીધા, કંઇક દીધા
બધા હિસાબ બાકી છે,
કર્યા કાળા ને ધોળા,
બધા નું વ્યાજ બાકી છે,
હજી ચેતાય તો ચેતો,
જિંદગી થોડી બાકી છે,
કર્યા બહુ પાપ આ બે હાથે,
થવા નું પુણ્ય બાકી છે,
કર્યું પ્રયાણ ક્યાં થાક્યા,
સીધા ચઢાણ બાકી છે,
લથડીયા ખાય ક્યાં કાયા,
હજી તો મોત પણ બાકી છે.”

- વસુધા વણો

વાદળ છાયા વાતાવરણ માં સૌન્દર્ય છલકાવતો આ બીજ નો ચંદ્ર જોને કેવો શોભાવે વ્યોમ ને…

- વસુધા વણો

તપસ્યા

“ધવલચંદ્ર  પૂનમ આષો માસ ની ગળતી રાત ના સુસવાટે કપાતી રહી છે જીંદગી તેમ છતા માણે રસ સર્વે આનંદ ના, આકાશ ના ટમકતા તારલાની પ્રીત ગોઠડીથી છુપાઈ છે ચાંદની વસુંધરા ની ગોદ માં.”

- વસુધા વણો

Follow

Get every new post delivered to your Inbox.